Shree Kadva Patidar Parivar
17,12,42,27 Gol
૧૭, ૧૨, ૪૨ ગોળ કડવા પાટીદાર પરિવાર હિંમતનગર તેના ૨૫ વર્ષ પૂર્ણ કરી ચાલુ સાલે રજત જયંતી મહોત્સવ ઉજવી રહ્યો છે તે આપણા સર્વ માટે આનંદ અને ગૌરવની વાત છે પરિવારની ૨૫ વર્ષની વિકાસયાત્રાની થોડી ઝલક અત્રે રજુ કરતાં હું અત્યંત આનંદની લાગણી અનુભવું છું.
આપણા આ પરિવારની સ્થાપનાનો શુભ વિચાર આજથી ૨૫ વર્ષ પૂર્વે આપણા પરિવારના આદરણીય અને દીર્ઘદ્રષ્ટા વડીલશ્રીઓ માનનીય ડૉ. પી. આર. પટેલ, શ્રી રામભાઇ ડી. પટેલ તથા શ્રી નટુભાઇ એચ. પટેલના મનમાં ઉદ્ભવેલો અને તેઓને વિચાર્યું કે હિંમતનગર ખાતે આપણે ત્રણે ગોળના પરિવારના સભ્યો એકત્ર થઇને સમાજ ઉપયોગી કાર્ય કરીએ. આ બાબતની પ્રથમ બેઠક શ્રી રામાભાઇ ડી. પટેલ (પ્રેમપુર) ને ત્યાં મળી અને ઊંડાણપૂર્વક ચર્ચા કરી અને અવારનવાર આ બાબત અંગે વિચાર વિમા કરતા રહ્યા અને છેવટે ૧૭, ૧૨, ૪૨ ગોળ કડવા પાટીદાર પરિવારની હિંમતનગર ખાતે રચના કરવી એવા સંમતિ રાધા બાબત અંગેની વિસ્તૃત ચર્ચા કરવા માટે તેમજ તેની વિધિવત રચના કરવા માટેની પ્રથમ સભા તા. ૨૫/૧૨/૧૯૮૮ ની લક્ષ્મી દુગ્ધાલય ખાતે શ્રી રણછોડભાઇ પટેલ (મસાલ) ને ત્યાં મળી, જેમાં સભાના પ્રમુખ તરીકે ડૉ. પી. આર. પટેલ સાહેબ હતા દ્વિતીય મિટીંગ પણ લક્ષ્મી દુગ્ધાલય ખાતે તા. ૧૫/૦૧/૧૯૮૯ના રોજ મળી જેમાં ૨૧ સભ્યો હાજર રહ્યા હતા. જે તમને ર ફી માત્ર રૂા. ૧૧/- રાખવી તેવું નક્કી કરવામાં આવ્યું. સંગઠનના સને ૧૯૮૯ ના વર્ષના પ્રથમ પ્રમુખ તરીકે માનનીડામાં ર પટેલ, ઉપપ્રમુખ તરીકે શ્રી રામાભાઇ ડી. પટેલ (પ્રેમપુર), મંત્રી તરીકે શ્રી શામળભાઇ એ. પટેલ (ચડાસણા), સર્ષની કે કો નટુભાઇ એચ. પટેલ (કાબસો) અને ખજાનચી તરીકે શ્રી ડાહ્યાભાઇ વી. પટેલ (વીરપુર) ની વરણી કરવામાં આવી રંગોના દોર ચાલતો રહ્યો જેમાં વર્ષ ૧૯૮૯દરમ્યાન નીચે મુજબની પ્રવૃત્તિઓને વેગ મળ્યો તથા તેમાં જરૂરી સહકાર આપવામાં આવેલ
- પ્રથમ સમૂહલગ્નોત્સવ ઇલોલ મુકામે ૧૭ ગોળ સમાજનો તા. ૦૭/૦૫/૧૯૮૯ ના રોજ આHદો ૪૨ ગોળ) તા. ૧૫/૦૫/૧૯૮૯ ના રોજ યોજાયેલ. જેમાં પરિવારના સભ્યોએ રસ લઇ સંપૂર્ણ રાક આપ્યો હતો.
- બાળકોને શૈક્ષણિક વિકાસમાં પ્રોત્સાહિત કરવા માટે દરેક ધોરણના (શરૂઆતમાં ૧ થી ૧ ૬ લાવનારને ઇનામો આપવાનું નક્કી કર્યું.
- દ્વિતીય વાર્ષિક સ્નેહ સંમેલન તા. ૧૬/૧૨/૧૯૯૦ ના રોજ વાપુર મુકામે યોજાયું. જેમાં ડૉ. અરવિંદભાઇ પટેલ તરફથી ધોરણ ૮ થી ૧૨ માં અંગ્રેજી વિષયમાં તથા અંગ્રેજી માધ્યમમાં ભણનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવાની જાહેરાત થઇ. સને ૧૯૯૧ ના વર્ષ માટે પ્રમુખ તરીકે રામાભાઇ ડી. પટેલ તથા મંત્રી તરીકે અમૃતભાઇ ડી. પટેલની વરણી થઇ. વર્ષ દરમ્યાન તા. ૨૩/૯/૧૯૯૧ ના રોજની મિટીંગમાં વાર્ષિક સભ્ય ફી રૂા. ૩૧/- તથા આજીવન ફી રૂ।. ૨૫૧ , લેવાનું નક્કી કરવામાં આવ્યું. અરોડાના વતની શ્રી અનિલભાઇ અંબાલાલ પટેલ, હિંમતનગર નાગરિક સહકારી બેંકમાં ડિરેકટર તરીકે ચૂંટાઇ આવતાં તેમનું સન્માન કરવામાં આવ્યું. માનનીય શ્રી નટુભાઇ એચ. પટેલે પરિવારના બધા જ સભ્યોનું બ્લડગૃપ નક્કી કરાવવાનું સૂચન કર્યું અને તેમની જ લેબોરેટરીમાં વિના મૂલ્યે કરી આપવામાં આવશે તેવી જાહેરાત કરી, પરિવારમાં મહિલા કલબની સ્થાપના કરવા અંગે ચર્ચા-વિચારણાઓ કરવામાં આવી. સ્નેહ સંમેલન અંગેની
- ચર્ચા કરવા માટે તા. ૨૩/૧૧/૧૯૯૧ ના રોજ કારોબારીની મિટીંગ મનુભાઇ એન. પટેલના ઘેર રાખવામાં આવી. પરિવારનું તૃતીય સ્નેહ સંમેલન તા. ૧૫/૧૨/૧૯૯૧ ના રોજ સપ્તેશ્વર મુકામે યોજયું. જેના ભોજનના દાતા ડૉ. જે. સી પટેલ (કાબસો) હતા. સને ૧૯૯૨ ના વર્ષના પ્રમુખ તરીકે શ્રી રામાભાઇ ડી. પટેલ તથા શ્રી અમૃતભાઇ ડી. પટેલની પુનઃ નિયુક્તિ થઇ. વર્ષ દરમ્યાન થતી મિટીંગો કારોબારીના વિવિધ સભ્યોને ઘેર રાખવાનું નકકી કરવામાં આવ્યું.
- પરિવારનું ચતુર્થ સંમેલન ધારેશ્વર મુકામે તા. ૨૯/૧૧/૧૯૯૨ ના રોજ યોજાયું. જેના ભોજન દાતા ડૉ. શ્રી અરવિંદભાઈ પટેલ હતા. મિટીંગમાં પરિવાર વિવિધ પ્રવૃત્તિઓ કરે અને સમાજ ઉપયોગી કાર્યો કરે તે અંગેની ચર્ચા વિચારણા થઇ. સને ૧૯૯૩ ના વર્ષમાં પ્રમુખ તરીકે શ્રી ડાહ્યાભાઇ જે. પટેલ (કપોડા) તથા મંત્રી તરીકે શ્રી અમૃતભાઇ ડી. પટેલની પુનાઃ વરણી થઇ અને આવનાર સંમેલનના ભોજનદાતા તરીકે પ્રમુખશ્રી ડાહ્યાભાઇ પટેલે જાહેરાત કરી.
- પરિવારની કારોબારીની મિટીંગો અવારનવાર મળતી રહી, પરિવારમાં માત્ર સ્નેહ સંમેલન સિવાય અન્ય પ્રવૃત્તિઓનો પણ વિકાસ થાય તે હેતુ ઉપર ભાર મુકવામાં આવ્યો. સ્નેહ સંમેલનના દિવસે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વક્તૃત્વ સ્પર્ધાઓ વિગેરેનું આયોજન કરવું જેથી બાળકોમાં Stage Fear દૂર થાય અને વિકાસની તકો વધતી જાય તેવું નક્કી થયું. ઇનામોની સંખ્ય પણ વધવા માંડી અને દાતાઓની સંખ્યા પણ વધવા લાગી. હરિફાઇને કારણે બાળકોનું મેરીટ પણ ઊંચુ આવવા માંડયું. પાંચમું સ્નેહ સંમેલન સાંપડ મુકામે મહાકાલી માતાજી મંદિરમાં તા. ૨૦/૧૨/૧૯૯૩ ના રોજ યોજાયું. જેમાં ભોજન દાતા શ્રી શામળભાઇ જે. પટેલ (મસાલ) તથા રણછોડભાઇ પટેલ (લક્ષ્મી દુગ્ધાલય) હતા. નવા વર્ષના પ્રમુખ તરીકે શ્રી
ડાહ્યાભાઇ એન. પટેલ (કાટવાડ) તથા મંત્રી તરીકે શ્રી મણીલાલ કે. પટેલ (રાજપુર) ની નિયુક્તિ થઇ. વર્ષ દરમ્યાન અવાર નવાર મિટીંગો મળતી જેમાં સામાજિક સુધારણા, કુરિવાજોની નાબૂદી, શૈક્ષણિક વિકાસને લગતી પ્રવૃત્તિઓ, ડિરેકટરી બનાવવી વિગેરે જુદા જુદા મુદ્દાઓ ઉપર ચર્ચા - વિચારણાઓ થતી. સ્નેહ સંમેલનો સમય અને સ્થળની પસંદગી વિગેરે બાબતો ઉપર ચર્ચા-વિચારણા થતી. પરિવારનું સ્નેહ સંમેલન કટ્ટી મુકામે યોજાયું. નવા વર્ષના પ્રમુખ તરીકે શ્રી ભીખાભાઇ જે. પટેલ (અરોડા) તથા મંત્રી તરીકે મણીલાલ કે. પટેલ (રાજપુર) ની નિયુક્તિ થઇ.
- સ્નેહ સંમેલન નો પિરિયડ શિયાળાનો રહેતો અને રવિવારે સવારે રહેતો જેથી બપોરે ૨ વાગ્યાની આસપાર કાર્યક્રમ પૂર્ણ થતો. પરિવારના સભ્યોને આવવા જવાની તકલીફ થતી જેથી હવે પછીના સંમેલનો સ્થાનિક સ્થળે યોજાતો સારું જેથી હવે પછીના સંમેલન હિંમતનગરની નજીક અથવા હિંમતનગરમાં યોજાય તેવું નક્કી કરવામાં આવ્યું. છેલા ૧૫ વર્ષથી સાબરડેરી ઓડીટોરીયમ હૉલ ખાતે જ યોજાય છે.
- પરિવારની કારોબારીની મિટીંગમાં દર વર્ષે પ્રમુખ તથા મંત્રી નવા આવતા હોવાથી પ્રવૃત્તિઓને સમજવામાં અને આગ કાર્યવાહી કરવામાં મુશ્કેલીઓ પડતી જેથી હવે પછીની પ્રમુખની તેમજ મંત્રીશ્રીની મુદત ૨ વર્ષ અથવા વધુ રાખવા માટેની ચર્ચા - વિચારણા, અભિપ્રાય લેવાયા અને અમલમાં મુકવાનું શરૂ કર્યું. બે વર્ષ અથવા વધુ સેવા આપનાર પ્રમુખશ્રી તરીકે માનનીય શ્રી ગિરધરભાઇ ડી. પટેલ, નટુભાઇ એચ. પટેલ, નારાયણભાઇ એસ. પટેલ, ડૉ. કે. એસ. પટેલ રમણભાઇ ડી. પટેલ તથા ડૉ. અવિંદભાઇ આર. પટેલ રહ્યા જ્યારે મંત્રીશ્રીઓમાં શ્રી શામળભાઇ એ. પટેલ, અમૃતભા ડી, પટેલ, મણીલાલ કે. પટેલ, લલિતભાઇ પી. પટેલ તથા પ્રહલદાભાઇ ડી. પટેલ રહ્યા છે. જેમાં પ્રહલાદભાઇ ડી. પટે વર્ષ ૨૦૦૩થા મંત્રી તરીકેની કામગીરી બજાવે છે.
સંપાદક
મનુભાઇ એમ. પટેલ (અરોડા)
ઉપપ્રમુખ